વાંકાનેરમાં વીદેશી દારૂની 6 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો
copy image

વાંકાનેરમાં આવેલ મીલપ્લોટ ચોક નજીક વિદેશી દારૂના જથ્થા સાથે રીક્ષા ડ્રાઇવરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મીલપ્લોટ ચોકમા રોડ પર આરોપી શખ્સ પોતાના કબ્જાની રિક્ષામાં વિદેશી દારૂની બોટલો વેચાણ અર્થે રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને રૂ.૩૧૨૦ની કિંમતની ૬ નંગ બોટલોના જથ્થા સાથે આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.