ડુમરા જાગૃત મહિલા સંગઠન દ્વારા સાવિત્રીબાઈ ફૂલેની 193મી જન્મ જયતિં નિમિતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

ડુમરા જાગૃત મહિલા સંગઠન દ્વારા આયોજિત સાવિત્રીબાઈ ફૂલેની 193મી જન્મ જયતિં નિમિતે તથા ચોથુ ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ તા / 03/01/24 બુધવાર ના રોજ ડુમરા ગામના સરપંચ શ્રી અમીનાબેન. એ. સુમરા, લક્ષ્મીબેન કજાર, દેવલબેન ચંદે અને ગીતાબેન વારા દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે અબડાસા તાલુકા મહેશ્વરી મેથવાળ સમાજના પ્રમુખ શ્રી વલ્લભભાઈ પિગલસુર અને ચેરમેન સામાજિક ન્યાય સમિતી તાલુકા પંચાયત નલીયા શ્રી માન શીવજીભાઈ મહેશ્વરી, પ્રેમિલાબેન. યે. સુંઢા. ધોરણ 11ના વિદ્યાર્થી દેવલબેન. એસ ચંદે. ડુમરા ગ્રામ પંચાયત ના સભ્યશ્રી, સખી મંડળના પ્રમુખ શ્રી લક્ષ્મીબેન મતિયા હાજર હતા. તેમના દ્વારા 80 વિદ્યાર્થીઓને મહેશ્વરી મેઘવાળ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામા આવ્યા હતા. ડુમરા મધ્યે નવોદય વિદ્યાલય માં પોતાની સેવા શિક્ષક તરીકે એવા શ્રીમાન ઉમેશ ભગત દ્વારા સમાજના લોકોને કાર્યક્રમના મુખ્ય ધ્યય સાથે શિક્ષણ માટે લોકોને પ્રોત્સાહન અને શિક્ષણ જાગૃતિ વિશે માહિતી પુરી પાડી હતી. તેમજ આ પ્રસંગે તમામ મહાનુભવે ને ડુમરા સંખી મંડળ મહિલા કાર્યક્રરીઓ પ્રમુખ શ્રી મતી લક્ષ્મીબેન નાનજી મતિયા ઉપ પ્રમુખ શ્રી ગીતાબેન વારા, મહામંત્રી કાન્તાબેન, મનજી ખાખલા, સહમંત્રી રતન ભાઈ કટૂવા, હંસાબેન બાબુલાલ ચંદે., ડુમરા મહેશ્વરી સમાજને અભિનંદન પાઠવ્યા હતો . આ કાર્યક્રમના સંપૂર્ણ માહિતીગાર અને શૈક્ષણિકનો દોર જાગૃત મહિલાઓએ પૂરો પાડ્યો હતો. સંખી મંડળ મહિલા કૌશલ્ય વિકાસએ આ વાતનું ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ.
ડુમરા મહેશ્વરી સમાજમાં પ્રથમ વખત એડવોકેટ (વકીલ) તરીકે પ્રેમ મોહન ચંદે ટ્રોફી થી સન્માન તથા પ્રથમ શિક્ષક પ્રેમજી.પી.ચંદેએ સન્માન કર્યુ હતુ. ડુમરા મહેશ્વરી સમાજ સૌથી વધુ પ્રાપ્ત કરેલ ટકા જીજ્ઞાબેન.એલ.ચંદેએ ધો 12 માં 95.37 મેળવ્યા હતા
ડુમરા મહેશ્વરી મેધવાળ સમાજ દ્વારા પણ મહેમાનોનું સાલને સાવિત્રીબાઈ ફૂલે ની છબીયો થી સ્વાગત કરી કાર્યક્રમ નો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ડુમરા જાગૃત મહિલા સંગઠન પ્રાસંગિક ઉદ્દબોધન આપી સમાજમાં કન્યા કેળવણી પર ભાર મૂકી વિદ્યાર્થીઓને આગડ વધવા હાકલ કરી હતી. તેમના સાથે સામાજીક બહેનો ઉપસ્થિત રહ્યા હતા. એવા સોનબાઈ ગાંગજી પિગલસુર, લક્ષ્મીબેન એમ ભરાડીયા, પાર્વતીબેન.પી.ચંદે ,મજૂલાબેન .કે.ચંદે અન્ય સાથ સહયોગ આપ્યો હતો.
ડુમરા ગામના કચ્છી કવિ એવા વાછીયાભાઈ ચંદે દ્વારા બાળકોને શિક્ષણ માટે પોતાની લખેલી કવિતાઓનો રસયાન કરાવ્યો હતો. સાથે આ પ્રસંગે કચ્છ ના પ્રથમ લોકસાહિત્ય અને શિક્ષણમાં રસ ધરાવનાર ભાઈ શ્રી મહેન્દ્ર ભાઈ દ્વારા ગામમાંજ ચાલતી જવાહર નવોદય વિદ્યાલય માં એડમિશનની સંપૂર્ણ માહિતી અને એડમિશન કઈ રીતના મેળવવો ઉચ્ચ અભ્યાસ લઈ કયા સ્થાન ઉપર જવું તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને પુરી પાડી હતી. ખૂટતી કડી પૂરવાની પણ ખાતરી આપી હતી.
કાર્યક્રમો ના છેલ્લા પ્રસંગે તમામ મહાનુભવો અને ડુમરા ગામની મહિલા જાગૃત અને કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર ડુમરા મહેશ્વરી સમાજ ના કાર્યકર શ્રીઓ દ્વારા તથા ડુમરા મહેશ્વરી મેધવાળ સમાજના પ્રમુખ શ્રી શૈલેષ ભાઈ ચંદે દ્વારા સમાજમાં શિક્ષણ ને ઉચ્ચ શિક્ષણ સ્થાને આગળ લઈ જવા માટે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
સંચાલન તરીકે મનિષ.પી.ચંદે અને આભાર વિધી વંસત પાલરી ખાખાલા દ્વારા કરવામાં આવી હતી.
ચંદે શૈલેષ કાનજી