મોટરસાઇકલની તસ્કરી થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
copy image

ગાંધીધામ ખાતે આવેલ ખેડોઈ કેમ્પ સપનાનગરમાં રહેતા એક શખ્સની મોટરસાઇકલની તસ્કરી થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આ બનાવ ગત તારીખ 6-1-2024 ના બપોરના 12 વાગ્યા ના અરસામાં બન્યો હતો. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી પોતાની બાઇક લઈને કામ અર્થે પોતાની ઓફિસે ગયેલ હતો, જ્યાં પોતે ઓફિસની પાર્કિંગમાં બાઇક પાર્ક કરેલ હતી, ત્યાર બાદ બપોરના 1.30 વાગ્યાના સમયે ઓફિસ બાહર આવી જોતાં ફરિયાદીની બાઇક હાજર મળી ન હતી. ત્યારબાદ મોટરસાયકલની ચોરી થયા હોવાનું જણાતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે