ખરોઈથી વાયોર જતામાર્ગે મામા-ભાણેજની બાઈક સ્લીપ થતાં મામાનું મોત

ખારોઇથી વાયોર તરફ જતા માર્ગે બાઈક પર સવાર મામાભાણેજની બાઈક સ્લીપ થતાં બાઈકની પાછળ બેઠેલા વર્માનગરના અરવિંદ ઇબ્રાહિમ કોલીનું માથામાં ગંભીર ઈજાને કારણે મોત નિપજયું, જ્યારે સુનીલ ઇજાગ્રસ્ત. વાયોર પોલીસ મથકે વર્માનગરના રામજી ઈબ્રાહિમ કોલીએ  ફરિયાદ નોંધાવી હતી તે મુજબ ગઈકાલે ફરિયાદીનો ભાઈ અરવિંદ કોલી અને કૌટુંબીક ભાણેજ સુનીલ રવજી કોલી બાઈક નંબર જીજે 12 એચ.બી 6072વાળી લઈને ફુલરા પૈસાની લેવડ-દેવડ માટે ગયા હતા ત્યારે સુનીલ  બાઈક ચલાવતો હતો અને અરવીંદ  પાછળ બેઠો હતો. બપોરના અરસા ખારાઈથી વાયોર તરફ આવતા રોડ પર પુલીયા પાસે બાઈક સ્લીપ થઈ જતાં  અકસ્માત  સર્જાયો હતો, ત્યારે અજાણ્યા શખ્સનો ફોન આવતાં  ફરીયાદી અને અન્ય  લોકો ઘટના સ્થળે પહોચ્યા ત્યારે સુનીલ ત્યાં હાજર મળ્યો ન હતો જ્યારે  અરવીંદને માથામાં ઈજા સાથે લોહી-લુહાણ હાલતમાં  જોવા મળતા નલીયાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યા તેને  ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતો.