અંજાર તાલુકાનાં રતનાલમાં એકસાથે 9 વાડિઓમાં તસ્કરી  

રતનાલમાં રહેતા ખેડૂતોની ભુજ તાલુકાના ચુંબડક ગામના વાળી વિસ્તારમાં એક સાથે 9 વાડીઓમાં તેમજ નિગાળ ગામના પાણી પુરવઠા નિગમના બોરનો કેબલ તસ્કરોએ ખાતર પાડી વાળીની પાણીની મોટરોના કેબલ કાપી ચોરી કરી અને TV, ઇન્વર્ટર તેમજ અન્ય ચીજ વસ્તુઓની પણ ચોરી કરી હતી. થયેલ ચોરી બાબતે પદ્ધર પોલીસને ખેડૂતો દ્વારા  જાણ કરાતા પદ્ધર પી.એસ.આઇ ગોહિલે તરત પોલીસ સ્ટાફ  દ્વારા  તપાસ ની કામગીરી હાથ ધરી હતી . આ અંગે પદ્ધર પોલીસ સ્ટેશનમાંથી મળતી  વિગતો અનુસાર, અંજાર તાલુકાના રતનાલમાં રહેતા રણછોડ શામજીભાઈ છાંગા (આહીર), (ઉ.વ.52)ની ચુબડક ગામની સીમમાં આવેલ વાડીનો 1 બોર, જખરા રવાભાઈ વિરાણીનો 1 બોર, ભગુ રૂપા વિરાણીની વાડીનો 1 બોર, રામજી કારાભાઇ પટેલની વાડીના 2 બોર, પુલા કરસન વરચંદની વાડીના બે બોર, નિંગાળ ગ્રામપંચાયતનો 1 બોર, કાના ભચુ રવા બતાની વાડીનો એક બોર.નંદલાલ રૂપા શેઠની વાડીના 1 બોરના વાયરો તેમજ ટીવી અને ઇન્વર્ટર સહિતના મુદ્દામાલની ચોરી થઈ હતી. તસ્કરો કુહાડી, પકડ, આરિપટી, કૉસ જેવા હથિયારો સ્થળ પર મૂકીને નાશી ગયા હતા. જે બાબતે  પદ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ. એમ. ગોહિલ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.