અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જાહેર રજા માટે માંગ


આગામી તા.૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે તે પ્રસંગે સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. જોકે, તે દિવસે અયોધ્યામાં હાજરી આપવી શક્ય નથી પરંતુ દરેક શહેર-ગામોમાં દરેક મંદિરોમાં ઉત્સવ ઉજવણી કરશે, ત્યારે રાજ્યના કર્મચારીઓ પણ ઉમંગભેર સહભાગી થઈ શકે તે માટે તા.૨૨-૧- ૨૦૨૪ના રાજ્ય સરકાર જાહેર રજા જાહેર કરે તેવી માગ કચ્છ જિલ્લા પંચાયત ચોથા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ બિપિન ગોર, ઉપપ્રમુખ સંજય રાઠોડ તથા મંત્રી પરિતોષ જોષી દ્વારા કરાઇ હતી.