અજાણ્યા વાહને અડફેટે લેતાં એક યુવાનનું મોત


પ્રાપ્ત માહિતી મુજબ ભુજ તાલુકાનાં નાના દિનારા ગામે રહેતા જુનસ મહમદ રહીમ સમા નામનો એક 29 વર્ષનો યુવાન સોમવારે સવારના અરસામાં ઢોર ચરાવવા જઈ રહ્યો ત્યારે રતિતળાઈ પાસે એક અજાણ્યા વાહનના ચાલકે તેને પાછડ થી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જુનસ ને ગંભીર ઇજા થવાથી તાત્કાલિક ખવડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે વધુ સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમનું સારવાર અંગે આજે મોત નીપજયું હતું.