ઉખડમોરા નજીક આવેલ મિનરલ્સ પ્લાન્ટમાંથી ડીઝલના  જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડતી પધ્ધર પોલીસ

copy image

copy image

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ઉખડમોરા નજીક આવેલ મિનરલ્સ પ્લાન્ટમાંથી ડીઝલના જથ્થા  સાથે બે શખ્સોને પધ્ધર પોલીસે ઝડપી પાડ્યા છે. મળેલ માહિતી મુજબ પધ્ધર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ઉખડમોરા નજીક આવેલ મિનરલ્સ પ્લાન્ટ પાસે શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે બે શખ્સો હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી ડીઝલના જથ્થા  સાથે બે ઈશમોને પકડી પાડ્યા હતા. આ અંગે વધુ તપાસ હાથ ધરતા આ  બંને આરોપીએ ઉખડમોરા પાટિયાથી અંદરની બાજુ ડગાળા સીમમાં આવેલા પ્લાન્ટમાં રાખવામા આવેલ 200 લિટર ડીઝલના જથ્થામાંથી 120 લિટર ડીઝલની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.  પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી 120 લિટર ડીઝલ કિં રૂા. 10,800 સહિત કુલ 50,900નો મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.