ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ પર બાઇક અને ટ્રેઈલર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉથી ગાંધીધામ આવતા ધોરીમાર્ગ પર બાઇક અને ટ્રેઈલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં, બાઈક ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભચાઉથી ગાંધીધામ આવતા ધોરીમાર્ગ પર મીઠીરોહર નજીક પુલિયા પર આ અકસ્માત સર્જાયો હતો. બાલાજી કંપનીમાં ગાર્ડ તરીકે નોકરી કરનાર 38 વર્ષીય શખ્સ પોતાની  ડ્યૂટી પૂર્ણ કર્યા બાદ બાઇક લઇને   ઘરે પરત  આવી રહ્યો હતો. તે દરમ્યાન કોઇ અજાણ્યા  ટ્રેઇલરે  તેને હડફેટમાં લેતાં ગંભીર ઇજાઓના પગલે આ યુવાનનું મોત થયું હતું. પોલીસે આ અંગે ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.