ભુજ ખાતે આવેલ વરલી ગામમાં 54 વર્ષીય આધેડને વીજ આંચકો લાગતાં મોત
copy image

ભુજ ખાતે આવેલ વરલી ગામમાં 54 વર્ષીય આધેડનું વીજ આંચકો લાગતાં મોત થયું હતું. આ બનાવ ગત તા 01/01/24ના રોજ બન્યો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વરલી ગામની સીમમાં આવેલી વાડીમાં મૃતક ડી.પી.ના વાયરને અડી જતાં તેમને જોરદાર વીજઆંચકો લાગ્યો હતો. બનાવની જાણ થતાં તેમને સારવાર અર્થે તાત્કાલિક ભુજ અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદની એસઆરપી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.