આડેસર નજીક ટ્રેઈલર અને કાર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : એકનું મોત : બે ઘાયલ  

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, આડેસર નજીક રેલવે બ્રિજ પર ટ્રેઈલર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં, કાર ચાલકનું મોત થયું હતું તેમજ કારમાં સવાર અન્ય બે લોકો ઘાયલ થયા હતા. આ બનાવ ગત તા.05/01ના રોજ બન્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ આ બનાવના ફરિયાદી અને તેમના બે ભાઈ તેમની કાર લઈને પાટણ ગયેલ હતા.  આ ત્રણેય શખ્સો પરત આવી રહ્યા હતા, તે દરમ્યાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27, આડેસર  નજીક  રેલવે  બ્રિજ પર પહોંચતાં કારચાલકે આગળ જતાં વાહનને  ઓવરટેક કરવા જતાં સામેથી રોંગ સાઇડમાં ટ્રેઇલર આવી રહ્યું હતું.કારચાલકે  બ્રેક  મારતાં ધસમસતું આવતું આ તોતિંગ વાહન કારમાં અથડાયું હતું. સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પ્રથમ પલાંસવા સરકારી હોસ્પિટલ  લઇ જવામાં આવેલ હતા ત્યાર બાદ વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલ  લઇ જવામાં આવેલ હતા.  જ્યાં સારવાર દરમ્યાન એકનું  મોત થયું હતું. જ્યારે  અન્ય બેને સારવાર હેઠળ રાખવામા આવેલ હતા.  પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.