ભચાઉ ખાતે આવેલ ઘરાણા ગામમાં વીજવાયર થકી આગ ભભૂકી ઉઠતાં ખેડૂતની મહેનત બળીને થઈ ભષ્મ

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉ ખાતે આવેલ ઘરાણા ગામમાં વીજવાયર થકી આગ ભભૂકી ઉઠતાં જુવારના 4300 પૂળા સળગીને ખાખ થઈ ગયા હતા. ઘરાણા ગામમાં આ બનાવ ગત દિવસે સવારે 11 વાગ્યાના સમયે બન્યો હતો. આ મામલે મળેલ માહિતી અનુસાર ગણેશા આણદા જોસરફાળના વાડા ઉપરથી વીજતંત્રના વીજરેષા પસાર થાય છે. આ વીજતાર તૂટી પડતાશોર્ટ સર્કિટનાં કારણે આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. જેમાં આ વૃદ્ધ ખેડૂતના વાડામાં રહેલા જુવારના 4300 પૂળા તથા મકાનના વરંડામાં રાખેલાં લાકડાં સળગીને ખાખ થઈ ગયાં હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.