અમદાવાદ એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટ અયોધ્યા માટે થઈ રવાના : એરપોર્ટ પરના મુસાફરો પણ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં જોવા મળ્યા

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. આ અવસરને માણવા રામ ભક્તો અયોધ્યા પહોંચવા આતુર બની ચૂક્યા છે. આજે તા.11 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટ અયોધ્યા માટે રવાના થઈ છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આ પ્રથમ ફ્લાઈટને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, જાહેર થયેલ તસ્વીરોમાં અમદાવાદ એરપોર્ટ પરના મુસાફરો પણ ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં જોવા મળ્યા છે.આ પ્રસંગે રામ ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે….જય શ્રી રામ