ભચાઉના ચોપડવા નજીક આવેલ  પ્લાયવૂડ કંપનીની  સામે  માથા ભારે શખ્સોએ કરી તોડફાડ

copy image

copy image

 ભચાઉ ખાતે આવેલ ચોપડવા નજીક આવેલ પ્લાયવૂડ કંપનીની  સામે માથા ભારે શખ્સ દ્વારા  જમીનની માલિકીનો દાવો  કરી તોડફોડ કર્યા બાદ કંપનીના સત્તાધીશોને  મારી નાખવાની ધમકી  આપવામાં આવેલ હતી. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આ મામલે એકમ દ્વારા ભચાઉ  પી.આઈ.ને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે. પ્લાયવૂડ કંપની દ્વારા  આ મામલે  આરોપી શખ્સો વિરુદ્ધ નામજોગ ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોએ જણાવ્યા અનુસાર આરોપી શખ્સે કંપની નજીક આવી જેસીબી દ્વારા આવવા  જવાના રસ્તા પર ઉંડા ખાડા  કરી  નાખેલ હતા તેમજ કંપનીમાં પીવાના  પાણી માટે નર્મદાની લાઈનમાંથી જે જોડાણ લેવામાં આવેલ હતા તેને પણ તોડી અને નુકશાન પહોંચાડ્યું હતું. ઉપરાંત કંપનીની બહારના ભાગે આવેલ  ઝાડ, રોપાઓને પણ નુકસાન પહોચડેલ હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે આરોપી શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.