રાપરમાંથી 12 હજારના દારુ સાથે માહિલાની અટક
copy image

ભચાઉ ખાતે આવેલ રાપરમાથી એક મહિલા આરોપીને 12 હજારના દારૂના જથ્થા સાથે પોલીસે પકડી પાડેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર રાપરમાં આવેલ ગેલીવાડી શેરી નંબર-1માંથી આરોપી મહિલાને દારૂ સાથે રંગે હાથ ઝડપી પાડવામાં આવેલ હતી. પકડાયેલ મહિલાના મકાનમાંથી રૂા. 12,600નો શરાબનો જથ્થો કબ્જે કરવામાં આવેલ હતો, જ્યારે દારૂ આપી જનાર શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.