આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના VIP દર્શન કરાવવાના બહાને થઈ રહ્યા છે સાયબર ફ્રોડ

copy image

copy image

આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ધઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે રામ મંદિરના નામે સાયબર ફ્રોડ શરૂ થઈ ગયેલ છે તેવું સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, રામ મંદિરના નામે સાયબર ઠગો લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. આ મામલે માહિતી મળી રહી છે કે, સાયબર ઠગો ભગવાન શ્રીરામના VIP દર્શન કરાવવાના બહાને લોકોને રામજન્મ ભૂમિ ગૃહ સંપર્ક અભિયાન નામની એપ્લિકેશન (APK) ડાઉનલોડ કરાવ્યા બાદ બેંક ખાતાને સાફ કરી નાખે છે. છેતરપિંડીના આ બનાવોને જોતા ગૃહ મંત્રાલય દ્વારા દેશભરમાં એડવાઈઝરી જાહેર કરી દેવામાં આવેલ છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ધઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે જાન્યુઆરીના પહેલા સપ્તાહથી જ રામ મંદિરના નામે ફ્રોડના બનાવો શરૂ થઈ ગયા છે. સાયબર ઠગો દેશભરમાં લોકોને રામજન્મ ભૂમિ અભિયાન નામની એન્ડ્રોઈડ પેકેજ કીટ (APK) ફાઈલ મોકલ્યા બાદ લોકોને રામ મંદિરમાં VIP એન્ટ્રી અથવા VIP દર્શન કરાવવાનું કહી ભગવાન શ્રીરામના ભક્તોને આ એપ ડાઉનલોડ કરવાનું કહે છે અને ત્યાર બાદ તેમના મોબાઈલનું  એક્સેસ લઈ અને  થોડીવારમાં જ બેંક ખાતા પર હાથ સાફ કરી લે છે.

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, લોકોને જાગૃત કરવા માટે સોસિયલ મીડિયામાં વીડિયો જાહેર કરાયા છે. દેશભરમાં સાયબર ગુનાઓને અટકાવવામાં માટે ગૃહ મંત્રાલય હેઠળ સ્થાપિત ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા લોકોને આ છેતરપિંડીથી બચાવવા અને જાગૃત કરવા માટે એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે, 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન માટે વોટ્સએપ પર VIP એક્સેસ મળ્યા બાદ કેવી રીતે હેકર્સો લોકોના એકાઊંટ હેક કરી રહ્યા છે.તો …તમામ દેશવાસીઓએ આવી છેતરપિંડીથી બચવા સતર્ક રહેવું.