નખત્રાણા ખાતે આવેલ કોટડામાં મકાનની અગાસી પરથી આઠ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપ્યા

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ કોટડામાં મકાનની અગાસી પર રૂપિયાની હાર જીતનો જુગાર રમતા આઠ ખેલીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલિસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કોટડામાં આથમણાવાસમાં રહેતો એક શખ્સ પોતાની કબ્જાના મકાનની અગાસી ઉપર ખેલીઓ બોલાવી  નાલ ઉઘરાવી  ધાણીપાસા વડે જુગાર રમી-રમાડી રહ્યો છે મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા આઠ ખેલીઓને રોક્ડ રૂ.13,940ના મુદ્દામાલ પકડી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.