રાપર ખાતે આવેલ નલિયા ટીંબામાંથી બાઈકની તસ્કરી થતા પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ
copy image

રાપર ખાતે આવેલ નલિયા ટીંબામાંથી બાઈકની તસ્કરી થતા પોલીસે મથકે ફરિયાદ નોધાવામાં આવેલ છે .આ મામલે નલિયા ટિમ્બાનાં રહેવાસી અજીતકુમાર રવાભાઈ મકવાણા દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ છે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તારીખ ૧૫/૧૨/૨૦૨૩ના રોજ ફરિયાદી પોતાના કબ્જાની બાઈક લઈ રાપર ખાતે આવેલ તેના ભાઈની ફેન્સી કટલેરી નામની દુકાને ગયેલ હતા તે સમયે ફરિયાદીએ દુકાનની બહાર પોતાની બાઈક પાર્ક કરેલ હતી ત્યાર બાદ કામ પતાવી સાંજે પરત વળવાના સમયે બહાર જોતા બાઈક હાજર મળી ન હતી વધુ તાપસ કરતા બાઈકની ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું જેથી આ ચોરી અંગે રાપર પોલીસે મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તાપસ હાથ ધરે છે .