વન વિભાગના ગોદામમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી પાડતી એલસીબી ટીમ  

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

રોહા (સુમરી)-કોટડાના ગોદામમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે જેની સાથે બે ઈશમોની અટક કરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર બિપોરજોય વાવાઝોડાંના સમયે વન  વિભાગના નખત્રાણા બાજુના રોહા (સુમરી)-કોટડાના ગોદામના બંને શટર તૂટી જવાના કારણે પતરાં આડા  મૂકવામાં આવ્યા હતા. ગત તા. 22-12થી 31-12 ના સમય ગાળા દરમ્યાન લોખંડના હેવી પોલ નંગ-6 કિં.  રૂા. 48,000ની આ ગોદામમાથી તસ્કરી થઈ હતી. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આ ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી લીધો છે. મળેલ માહિતી મુજબ  ગત દિવસે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ટાટાની સફેદ લાડિંગ ગાડી માં બે ઈશમો કાટિંગ કરેલા શંકાસ્પદ લોખંડના થાંભલા  ભરી આવી રહ્યા છે.  મળેલ માહિતીના આધારે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેની તપાસ હાથ ધરી હતી, અને આ ગાડીમાંથી  ભરેલા લોખંડના થાંભલાના કાટિંગ કરેલા 20 ટુકડા, જેની  કિં. રૂા. 21,000 સહિત કુલ 1,00,000ના મુદ્દામાલ સાથે બે શખ્સોને જહડપી પાડ્યા હતા. આ મામલે વધુ તપાસ કરતાં આ માલ વન વિભાગના ગોદામમાંથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.