ગાંધીધામમાં એક રહેણાંક મકનમાથી 29 હજારનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો

daru2

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ મહેશ્વરી નગર ઝૂંપડા વિસ્તારમાંથી 29 હજારનો દારૂ પોલીસે પકડી પાડ્યો છે . આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસારગાંધીધામ ખાતે આવેલ મહેશ્વરી નગર ઝૂંપડા  વિસ્તારમાં આવેલ  સત્યમ પ્રોવિઝન સ્ટોરની નજીક એક રહેણાક મકાનમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અને હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ  મકાનમાંથી  રૂા. 29,145નો દારૂ નીકળી પડ્યો હતો. પરંતુ આરોપી શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.