ગાંધીધામમાંથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડતા વધુ ચાર વાહન ચોરી સ્વીકારી
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામમાં ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ પકડાયેલ શખ્સને વધુ પૂછ પરછ કરતાં વધુ ચાર વાહનચોરી એને કબૂલી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસે ગત તા. 14ના રોજ ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં આ કાર્યવાહી કરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે આરોપી શખ્સને ચોરાઉ બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ ઈશમ પાસે બાઇક અંગે આધાર-પુરાવા માંગતા તે રજૂ કરી શકયો ન હતો. ત્યાર બાદ આ શખ્સની પૂછતાછ કરતાં આ બાઇક સહિત વધુ ચાર વાહનની ચોરી સ્વીકારી હતી. પોલીસે તમામ બાઇક કબ્જે કરી આરોપી ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.