ભચાઉ ખાતે આવેલ જૂની મોટી ચીરઈ નજીકની કંપનીમાંથી 62 હજારના માલ સામાનની ચોરી કરી તસ્કરો થયા ફરાર
copy image

ભચાઉ ખાતે આવેલ જૂની મોટી ચીરઈ નજીકની કંપનીમાંથી 62 હજારના માલ સામાનની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભચાઉ ખાતે આવેલ જૂની મોટી ચીરઈના ટ્રાન્સપોર્ટ નગરમાં નવી બનતી કંપનીમાં નિશાચરોએ ખાતર પાડ્યું હતુ, અને રૂા. 62,000ના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ ગત તા. 29/12થી 30/12 દરમ્યાન બન્યો હતો. નોંધાવેલ ફરિયાદ અનુસાર કંપનીના ખુલ્લા મેદાનમાં આ કંપનીનો સામાન રાખવામાં આવેલ હતો. ગત તા. 29/12થી 30/12 દરમ્યાન અહીંથી કુલ રૂા. 62,000ના સામાનની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.