નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાં થતાં બેફામ દારૂના વેચાણથી લોકો ત્રસ્ત : પી.આઇ.ને કરાઈ લેખિત રજૂઆત

નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાં બેફામ દારૂના થતાં વેચાણના કારણે લોકો ત્રસ્ત બની ચૂક્યા છે. ત્યારે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, નખત્રાણાના મોટી વિરાણી ગામે મહત્વના વિસ્તારોમાં  કોઈ પણ જાતની બીક કે રોકટોક વિના બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. ગામના અમુક શખ્સો કે જેઓ, બેફામ વેચાતો   દારૂ તથા દારૂ પીને  ગામમાં  ધમાલ મચાવતા હોય છે, આવા લોકો સામે રોક લગાવવા  ગ્રામ પંચાયત દ્વારા નખત્રાણા પી.આઇ.ને લેખિત પત્ર દ્વારા ફરિયાદ સાથે અસામાજિક પ્રવૃત્તિને ડામવા માંગ કરવામાં  આવી છે. આ રજૂઆતમાં ગામના સરપંચ સહિતના અધિકારીઓએ પણ હાજર રહ્યા હતા.