ગાંધીધામમાંથી ચોરાઉ મોબાઇલ સાથે એક શખ્સ પોલીસના સકંજામાં
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામમાંથી ચોરાઉ મોબાઇલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ગત તા. 5/3/23ના ભુજના બસ સ્ટેન્ડથી રાજકોટના શખ્સના મોબાઇલની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઈ હતી. ત્યાર બાદ સર્વેલન્સમાં રહેલો મોબાઈલ ગાંધીધામ એક્ટિવ થતાં મેઘપરના શખ્સની મોબાઈલ સાથે ધરપકડ કરાઈ છે. મળેલ માહિતી મુજબ LCB ટીમને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળેલ હતી કે, ભુજમાંથી ચોરાયેલો મોબાઈલ ગાંધીધામમાં એકિટવ થયો છે. મળેલ માહિતીના આધારે હકીકત વાળી જગ્યાએ જઈ આરોપી શખ્સને ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવેલ હતો. પોલીસે પાકડાયેલ શખ્સ પાસેથી મોબાઈલ અંગે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. પોલીસે આરોપીના પાસેથી મોબાઈલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.