રાજસ્થાની પાસેથી છરીની અણીએ સાત લાખ રૂપિયાની  લૂંટ મચાવનાર શખ્સો રાજકોટથી દબોચાયા

hathkadi

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, સસ્તા સોનાની લાલચ આપી રાજસ્થાની પાસેથી 7 લાખની લૂંટ મચાવનાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. મળેલ માહીતી મુજબ આ શખ્સોની રાજકોટથી ધરપકડ કરાઈ છે. સસ્તા સોનાની લાલચ આપી રાજસ્થાનીને ભુજ બોલાવ્યા બાદ છરીની અણીએ સાત લાખ રૂપિયાની  લૂંટ મચાવનાર ચાર ઇશમોને રાજકોટ પાસેથી એસઓજીએ પકડી પાડ્યા છે. આ મામલે મળતી વિગતો મુજબ રાજકોટ એસઓજી  ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ લૂંટના કેસના આરોપીઓ  રાજકોટમાં હાજર છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળા સ્થળ પર  વોચ ગોઠવી  આરોપી શખ્સોને  કુલ રૂા.14.61 લાખના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ હતા.