ભચાઉ ખાતે આવેલ જંગીમાં ભાઈ દ્વારા ભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો તળે નોંધાવાઈ ફરિયાદ
ભચાઉ ખાતે આવેલ જંગીમાં એક ભાઈએ પોતાના જ ભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધાવ્યો હોવાનો મામલો સામી આવી રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભચાઉના જંગીમાં એક દંપતી દ્વારા મિલ્કત પર બિનઅધિકૃત કબ્જો કરનાર પોતાના ભાઈ-ભાભી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધાવવામાં આવેલ હતો. આ મામલે મળતી માહિતી અનુસાર ફરિયાદીની જંગી ખાતે આવેલી મિલકત અંગે વારસાઈ ફેરફાર કરાયો હતો.જેમાં પાંચ લોકોનાં નામે આ મિલકત દાખલ થયેલ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદમાં આ મિલકત વહેંચણીમાં ફરિયાદીના માતા, બે બહેનો તથા આ ભાઈએ પોતાનો હક્ક જતો કરી દીધો હતો, જેથી આ જંગી ગામની મિલકત ફરિયાદીના નામે થઈ હતી, જેમાં ફરિયાદીના ભાઈ, ભાભી દ્વારા બિનઅધિકૃત રીતે કબ્જો કરી લેવાયો હતો. તેથી આ મામલે લેન્ડ ગ્રેબિંગની કલમો તળે કાર્યવાહી કરવા અરજી કરાઈ હતી.