અયોધ્યામાં 108 ફૂટ લાંબી અગરબત્તી પ્રજ્લવિત કરાઈ
આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે ત્યારે અયોધ્યાના આંતર રાજ્ય બસ સ્ટેન્ડ પાસે 108 ફૂટ લાંબી અગરબત્તીને પ્રગટાવવાઈ હતી. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, 108 ફૂટ લાંબી આ અગરબત્તી અયોધ્યામાં ભગવાન રામના દર્શન માટે પહોંચેલા ભાવિકોમાં ભારે આકર્ષણનુ કેન્દ્ર બની ચૂકી છે. જાણવા મળી રહ્યું છે કે, આ 108 ફૂટ લાંબી અગરબત્તીને 1 જાન્યુઆરીએ વિશેષ રીતે શણગારેલી ટ્રકમાં અયોધ્યા માટે રવાના કરાઈ હતી. આ 108 ફૂટ લાંબી અગરબત્તી વડોદરામાં બનાવવામાં આવેલ છે. આ 108 ફૂટ લાંબી અગરબત્તીને બનતા ચાર માસનો સમય લાગ્યો હતો. આ 108 ફૂટ લાંબી આ અગરબત્તીની લંબાઈ 108 ફૂટ તો પહોળાઈ 3.5 ફૂટ છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, પર્યાવરણને ધ્યાનમાં રાખી બાનવવામાં આવેલ આ અગરબત્તી દોઢ મહિના કરતા વધારે સમય સુધી પ્રજ્લવિત રહેશે.