ગાંધીધામમાથી 9 લાખની તસ્કરી કરી નાસી જનાર શખ્સો પાલનપૂરથી દબોચાયા
copy image

ગાંધીધામમાથી 9 લાખની તસ્કરી કરી નાસી જનાર શખ્સોને પોલીસે પાલનપુરથી ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામના લીલાશાહ નગર વિસ્તારમાંથી બંધ મકાનના તાળાં તોડી રૂા. 9,04,000ની મતા પર હાથ સાફ કરી આરોપી શખ્સો ફરાર થઈ ગયા હતા. મળેલ માહિતી મુજબ લીલાશાહ નગરના બંધ મકાનના તાળાં તોડી આરોપી ઈશમોએ ભર બપોરે રોકડ અને દાગીના સહિત કુલ રૂા. 9,04,000ની મતાની ચોરી કરી હતી. ઘરમાં ઘુસેલા આ શખ્સો સીસી ટીવી કેમેરામાં કેદ થયા હતા જેના આધારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે નોંધાયેલ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી શખ્સોએ પાલનપુરથી પકડી પાડવામાં આવેલ હતા. પકડાયેલ આરોપી શખ્સને કોર્ટમાં રજૂ કરાતાં તેમના બે દિવસના રીમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.