માત્ર સવાલ ન પૂછો, સમાધાન શોધો : મોદી

image

 કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં છાત્ર આંદોલન બાદ શનિવારે પહેલીવાર છાત્રો વચ્ચે દેખાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મને દેશના યુવાન છાત્રો પર ગર્વ છે. વડાપ્રધાને દિલ્હીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી ના 57મા પદવીદાન સમારોહને સંબોધતાં છાત્રોને અનેક શીખ આપી હતી. મોદી બોલ્યા હતા કે, દરેક પેઢીના પોતાના પડકારો અને જવાબદારીઓ હોય છે. આજની પેઢી માટે આવનારો સમય બેહદ પડકારજનક છે. એટલે જ એ સમજો કે, આગામી 35 વર્ષમાં તમારું યુવાનોનું કામ જ વિકસિત ભારતનો આધાર બનશે. વડાપ્રધાને કહ્યું હતું કે, આઈઆઈટીના અનેક પૂર્વ છાત્રોની સફળતા જોઈ છે. તેમણે એવી સમસ્યાઓને ઓળખી, જેના પર કોઈનું ધ્યાન નહોતું ગયું. હંમેશાં શીખતા રહો. માત્ર સવાલ જ ન પૂછો, સમાધાન પણ શોધવા પ્રયાસ કરો, તેવી શીખ વડાપ્રધાને છાત્રોને આપી હતી. ટેક્નોલોજીની ગતિ એટલી તેજ છે કે, એ કહેવું મુશ્કેલ છે કે, આવનારાં 20-30 વર્ષમાં દુનિયા કેવી હશે. બદલાવ આવે છે, ત્યારે સાથે પડકારો લાવે છે, તેવું મોદી બોલ્યા હતા.