ભચાઉ નજીક આવેલ એક કંપનીમાં અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે દોડધામ મચી  

fire-2

copy image

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ભચાઉ નજીક આવેલ એક કંપનીમાં અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. આ બનાવના પગલે ભારે દોડધામ મચી હતી. આ બનાવ ગત તા.15/1ના સવારના અરસામાં બન્યો હતો. મળતી માહિતી મુજબ ભચાઉ નજીક આવેલ અંકુર ફેક્ટરીમાં એક પાઇપ લાઇનમાંથી ઓઇલનું વહન થાય છે. જેના કારણે પાઇપ ગરમ થતાં લીકેજ થઇ હતી ત્યાર બાદ આ લીકેજનાના આગ ફાટી નીકળતા કંપનીના કામદારોમાં ભારે દોડધામ મચી  હતી.  આ આગના બનાવમાં રૂા. 20 લાખનું નુકસાન થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.  આ મામલે પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.