વરસાણા નજીક ઉભેલ ટ્રકમાં આગ ફાટી નીકળતા ભારે નુકશાન

copy image

copy image

વરસાણાના પુલ નજીક ઉભેલ ટ્રકમાં આગ ફાટી નીકળતા ભારે નુકશાન થયું હોવાનો મામલો સામે આવી રહ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ  ગત તા. 16/1ના મોડી રાત્રે  વરસાણા ગામ નજીક  બન્યો હતો. અહી સ્ટીલની પ્લેટ ભરેલ ટ્રેઇલરમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. માહિતી મળી રહી છે કે આ વાહન  વરસાણા ગામ નજીકના પૂલ પાસે પહોંચતાં તેમાં અચાનક આગ લાગી ઉઠી હતી,  જે અંગે અગ્નિશમન દળને  જાણ કરવામાં આવતા તેના પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો, આગના આ બનાવમાં  રૂા. 50,50,000નું નુકસાન થયું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.