ભારતીય બનાવટના વિદેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી ટી.બી.રબારી સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. વાલાભાઈ ગોયલ, પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, નવીનકુમાર જોષી, મહીપાલસિંહ પુરોહીત, શક્તિસિંહ ગઢવી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ તથા શક્તિસિંહ ગઢવીનાઓને સયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, પ્રદીપસિંહ પ્રવીણસિંહ રાણા રહે. આઇયા નગર, જુનાવાસ માધાપર તા.ભુજ વાળો સુખપર ગામ તરફ થી એક સફેદ કલરની અલ્ટો ફોર વિલ્હર કાર લઈને આવે છે જેમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલ છે અને તે જથ્થો તે સગેવગે કરવા સારુ જઈ રહેલ હોવાની હકીકત આધારે વોચમાં રહી તપાસ દરમ્યાન નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જે બાબતે નાશી ગયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

→ કબ્જે કરેલ મુદ્દામાલ

  • ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો નંગ- ૧૦૨ કી.રૂા. ૩૭,૩૫૦/-
  • મારુતી સુઝુકી કંપનીની અલ્ટો કાર રજી. નં. GJ 12 DM 7322 કી.રૂ. ૨,૦૦,૦૦૦/-
  • નાશી ગયેલ ઇસમ
  • પ્રદીપસિંહ પ્રવીણસિંહ રાણા રહે આઇયા નગર જુનાવાસ માધાપર તા.ભુજ
  • નાશી ગયેલ ઇસમનો ગુનાહીત ઇતિહાસ
  • માનકુવા પો.સ્ટે. ગુ.૨.નં.૨૦૮/૨૦૨૧ પ્રોહિ ક.૬૫(એ)(ઈ) વિગેરે
  • પધ્ધર પો.સ્ટે. ગુ.ર.નં.૬૩૪/૨૦૨૩ પ્રોહિ ક.૬૫(એ)(એ) વિગેરે