માંડવીના કોડાયમાં બે વર્ષના બાળક પર રિક્ષા ફરિ વળતાં મોત
માંડવીના કોડાયમાં બે વર્ષના બાળક પર રિક્ષા ફરિ વળતાં આ બાળકનું કરૂણ મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ માંડવી તાલુકાનાં કોડાયમાં ફળિયામાં રમતા બે વર્ષના માસૂમ બાળક પર રિવર્સમાં આવતી રિક્ષા ફરી વળી હતી. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે સાંજે ફળિયામાં ફરિયાદીનો બે વર્ષનો દીકરો રમી રહ્યો હતો તે દરમ્યાન રિક્ષાના ચાલકે પાછળ જોયા વગર જ બેદરકારીથી રિવર્સમાં લેતાં આ માસૂમ 2 વર્ષીય બાળક પર રિક્ષા ફરી વળી હતી. ગંભીર રીતે ઘાયલ આ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે રિક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.