ખાવડા નજીક સરહદ પર પાકિસ્તાની મૂક- બધિર ઘૂસણખોરને સીમા સુરક્ષા દળના જવાનોએ પકડી પાડ્યો

hathkadi

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ખાવડા નજીક સરહદ પર એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડવામાં આવેલ છે. જાણવા મળી રહ્યું છે કે,  સીમા પર જવાનો સતર્ક બની ચૂક્યા છે.  ગત દિવસે ખાવડા પાસેની સરહદ પર એક પાકિસ્તાની મૂક-બધિર ઘૂસણખોરને જડપી પાડવામાં આવેલ છે.  પકડાયેલ ઘૂસણખોર પાસેથી કોઇ સંદિગ્ધ વસ્તુઓ મળી આવેલ નથી.  છેલ્લા કેટલાક સમયથી કચ્છની દરિયાઇ સીમાએથી માદક પદાર્થ મળવાના તેમજ દરિયાઇ તથા ક્રીક અને હરામીનાળા જેવા વિસ્તારમાંથી પાકિસ્તાની ઘૂસણખોરોના કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે વધુ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડવામાં આવેલ છે. મળતી માહિતી મિજબ ગત દિવસે ખાવડા નજીકની 1136 બીઓપી પાસેથી સામેપારથી સીમા ઓળંગી આવી રહેલા શંકાસ્પદ શખ્સને  સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા પકડી પાડવામાં આવેલ છે.