ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં 32 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું
copy image

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં 32 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વરસામેડીના બાગેશ્રી બંગલો વિસ્તારમાં રહેતા આ શખ્સે ગળપાદર ભવાનીનગર વિસ્તારમાં વેલ્ડિંગની દુકાન ચલાવતો હતો. માહિતી મળી રહી છે કે,ગત દિવસે સાંજના સમયે આ વ્યક્તિ પોતાની દુકાને હાજર હતો, તે દરમ્યાન તેણે પતરાની લોખંડની પાઇપમાં દોરી વડે ગળે ફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલુ ભર્યું હતું.પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.