સુખપર નજીકથી દારૂ ભરેલ કાર ઝડપાઈ : આરોપી ફરાર
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, સુખપર નજીકથી 108 દારૂની બોટલનો જથ્થો એલસીબીએ ઝડપી પાડયો છે. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો છે. મળતી માહિતી મુજબ સુખપર નજીકથી શરાબના જથ્થાને સગેવગે કરવાના આશયથી આવેલ કારને 108 દારૂની બોટલ સાથે ઝડપી પાડવામાં આ મામલે એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, માધાપરનો એક શખ્સ અલ્ટો કારમાં દારૂનો જથ્થો લઇ સગેવગે કરવાની પૈરવિમાં છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને,બાતમીવાળી કાર આવતા તેને અટકાવાની કોશિશ કરવામાં આવતા કારના ચાલકે યુ-ટર્ન વાળી સુખપર ગામની ગલીમાં કાર ઘૂસાડી દીધી હતી અને કાર મૂકી આરોપી શખ્સ નાસી છૂટ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ કારમાંથી શરાબની 102 બોટલ કિં. રૂા. 37,350 અને કાર કિં. રૂા. બે લાખનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ભાગી જનાર આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.