ભૂજોડી નજીકથી માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના બોરવેલના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image

ભુજ તાલુકાનાં ભૂજોડી નજીકથી માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના બોરવેલના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ભુજ ખાતે આવેલ ભુજોડીના ધોળાવા હનુમાન મંદિર નજીક માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના બોરવેલના વાયરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. આ ચોરી ગત મંગળવારના રાતના સમયગાળા દરમ્યાન થઈ હતી. આ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમ બોરવેલનો 35 મીટર વાયર કિં. રૂા. 17500ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.