માંડવી ખાતે આવેલ ગઢશીશામાં જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી લેનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

copy image

માંડવી ખાતે આવેલ ગઢશીશામાં જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી રસકસની દુકાન બનાવવામાં આવતા આરોપી શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ફરિયાદીના સંબંધીની સંયુક્ત માલિકીની જમીન ગઢશીશા ખાતે મિલકત નં. 4-92થી નોંધાયેલી છે. આરોપીએ આ માલિકીની જમીન પર  ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી તેના પર ગેરકાયદે બાંધકામ કરી રસકસની  દુકાન બાનવી દીધી હતી. આ મામલે  ફરિયાદીએ આ જમીન તેમની માલિકીની નહીં પરંતુ તેમના સંબંધીની હોવાનું કહેતાં ઉશ્કેરાઇ ગયેલ આરોપીએ ખાલી નહીં કરું, જે થાય તે કરી લેજો તેવું કહેતા આરોપી શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.