રાપર ખાતે આવેલ સેલારીમાં પંચાયતી ઈમારતમાં તોડફોડ કરનારા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ

copy image

રાપર ખાતે આવેલ સેલારીમાં પંચાયતી ઈમારતમાં તોડફોડ કરનારા આઠ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મળતી માહિતી મુજબ ગત તા. 15/1ના રાપર ખાતે આવેલ સેલારી ગામનાં સરપંચ, ગામના જય ભીમ યુવા સંગઠન સેલારી દ્વારા પંચાયતને પત્ર દ્વારા બૌદ્ધ વિહાર, આંબેડકર હોલ બનાવવા જમીન ફાળવણી માટે માંગ કરવામાં આવી હતી. તે સમયે ફરિયાદી સરપંચે નિયમ પ્રમાણે પ્રથમ સામાન્યસભા, બાદમાં ગ્રામસભામાં પત્ર બાબતે યોગ્ય વિચારણા કરી યોગ્ય નિર્ણય કરવા સૂચવ્યું હતું. ત્યાર બાર ગત તા. 16/1ના ફરિયાદી ઘરે હાજર હતા તે દરમ્યાન ગામના લોકોએ તેમના ઘરે આવી અમુક શખ્સો પંચાયતમાં તોડફોડ કરી રહ્યા હોવાનું જણાવેલ જેથી ફરિયાદીએ ત્યાં જઈ તપાસ કરતાં અમુક શખ્સો પંચાયતમાં તોડફોડ કરી રહ્યા હતા. આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.