રાજકોટમાં રસ્તો ઓળંગી રહ્યા યુવકને એક્ટિવાના ચાલકે અડફેટમાં લેતા યુવક ઘાયલ

copy image

copy image

રાજકોટમાં રસ્તો ઓળંગી રહ્યા યુવકને એક્ટિવાના ચાલકે અડફેટમાં લેતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.મળેલ માહિતી મુજબ આ બનાવ ગત તા 22ના રોજ બન્યો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ રાજકોર શહેરના રામનાથપરા મેઇન રોડ પર એકટીવાના ચાલકે રોડ ક્રોસ કરતાં યુવાનને હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ મામલે અક્ટિવાના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામ આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.