હરણી તળાવમાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં કેટલાક માસૂમોએ જીવ ગુમાવ્યા


જાણવા મળી રહ્યું છે કે વડોદરા ખાતે આવેલ હરણી તળાવમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કેટલાક માસૂમોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ 1થી 6ના બાળકોને મોટનાથ તળાવની મુલાકાતે લઈ જવામાં આવેલ હતા. જ્યાં તળાવમાં બોટિંગ કરવા માટે લઈ જવાયા હતા. જાણવા મળી રહ્યું છે કે, બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ લગાવતી વેળાએ અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. માહિતી મળી રહી છે કે, આ ઘટનામાં કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં 2 શિક્ષક અને 12 બાળક હોવાનું સામી આવી રહ્યું છે.
વડોદરા ખાતે આવેલ હરણી તળાવમાં સર્જાયેલ ગોઝારા અકસ્માતે કેટલાક માસૂમ જીવ લઈ લીધા. આ બનાવ અંગે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, વડોદરા ખાતે આવેલ હરણી તળાવમાં બોટ પલટી મારી જતા કેટલાક માસૂમોએ જીવ ખોયા. 7 વર્ષ અગાઉ વડોદરાની સીમા પર આવેલા ગામ પરના તળાવનું ડેવલોપમેન્ટ કરવા માટે પાલિકાએ યોજના બનાવી હતી. માહિતી મળી રહી છે કે, આ કોન્ટ્રાક્ટ 2017માં કોટીયા પ્રોજેકટસ નામની કંપની પાલિકા દ્વારા આપવામાં આવ્યો હતો. વડોદરાના આ તળાવમાં 5 વર્ષથી ઉપરના બાળકોનો માટે 60 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચાર્જ નક્કી કરાયો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, નિયમ મુજબ બોટની ક્ષમતામાં 17 લોકોને બેસાડી શકાય છે. સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 17ની જગ્યાએ 27 લોકોને બોટમાં બેસાડવામાં આવેલ હતા. જેના પરીણામે આ ઘાટના બની છે. ઘટનાને પગલે તમામ વિસ્તારમાં અરેરારી પ્રસરી છે. વધુમાં માહિતી મળી રહી છે કે, ફાયર વિભાગ દ્વારા 11 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.