માંડવીના બીદડામાં 27 વર્ષીય યુવાનનો આપઘાત

susaiid

copy image

copy image

માંડવીના બીદડા ગામમાં 27 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ હતી. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગત દિવસે આ યુવાને પોતાની વાડી મધ્યે આવેલા મકાનની બહારના ભાગે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. માહિતી મળી રહી છે કે, મૃતક યુવાન પણ રામમંદીર પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી માટે અન્ય યુવાનો સાથે ગામના ઉત્સવની તૈયારીમાં જોડાયેલો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત બુધવારની  રાત્રિના 12 થી 3:30 વાગ્યાના ગાળામાં આ યુવાને  કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.