ભુજના હિલ ગાર્ડન ખાતે ભવ્ય રંગોળી પ્રદર્શન એવમ શ્રી રામ ભક્તિ સાધના

આગામી ૨૨ મી જાન્યુઆરીના પ્રભુશ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત ભવ્ય રામ મંદિર મધ્યે  પ્રભુશ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે ત્યારે ભુજના હિલ ગાર્ડન ખાતે સમસ્ત હિન્દુ સનાતન ધર્મની સંસ્થાઓ અને પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા ૫૦ ફૂટ લાંબી સુંદર રંગોળીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે રંગોળીનું પ્રદર્શન તા.૨૦/૦૧/૨૦૨૪, શનિવારના સાંજે ૦૫:૦૦ કલાકે સૌ કચ્છીજનો માટે ખુલ્લું મુકવામાં આવશે તેમજ આ સુંદર રંગોળીનું પ્રદર્શન તા.૨૨/૦૧/૨૦૨૪, સોમવાર સુધી નિહાળી શકાશે.

આ સાથે ના.૨૦/૦૧/૨૦૨૪ ના સાંજે ૦૫:૦૦ કલાકે પ્રભુશ્રી રામની આરાધ્યામાં ભક્તિ સાધનાનું આયોજન કરવામાં આવેલ છે. જેના કલાકાર લોકગાયક શ્રી ઉમેશ બારોટ રહેશે. વધુમાં આ કાર્યક્રમની વિશિષ્ટતા એ છે કે કોઇ આયોજક નથી. પરંતુ સમસ્ત હિન્દુ સનાતન ધર્મની સંસ્થાઓનાં સંગાથે આ સુંદર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. તો આ પાવન અવસર પર સૌ રામ ભક્તો અને જનતા જનાર્દન ભુજ શહેરના હિલ ગાર્ડન ખાતે ભવ્ય રંગોળી પ્રદર્શન નિહાળવા એવમ ભક્તિ સાધના માટે પધારવા કચ્છના લોકલાડીલા સાંસદ અને ગુજરાત પ્રદેશ ભા.જ.પા ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા એ અપીલ કરી છે.