પત્રકારત્વમાં NETની પરીક્ષા પાસ કરી ભુજના ધૈર્ય ગજરાએ કચ્છનું ગૌરવ વધાર્યું

copy image

copy image

ભુજના એક યુવાનની સિદ્ધિએ કચ્છને ગૌરવ હાંસિલ કરાવ્યુ છે. અંત્યત કઠીન ગણાતી નેટની પરીક્ષા પાસ કરી અને આસિસટેન્ટ પ્રોફેસર બનવા માટે ભુજમાં રહેતા ધૈર્ય પ્રફુલભાઈ ગજરાએ લાયકાત પ્રાપ્ત કરી લીધી છે. પ્રાપ્ત વિગતો મુજબ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ વિષયમાં નેટ પાસ કરી આસિસ્ટન્ટ પ્રોફેસર બનનારો ધૈર્ય ગજરા કચ્છનો પ્રથમ યુવાન છે. જાણવા મળી રહ્યું છે કે, યુનિયન ગ્રાન્ટ કમિશને વર્ષમાં બે વખત નેશનલ એલીજીબિલિટી ટેસ્ટ લેધેલ છે. ભારતની કોઈ પણ સેન્ટ્રલ અથવા સ્ટેટ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે આ પરીક્ષા આપવી અનિવાર્ય છે. પ્રાપ્ત વિગતો મુજબ આ વર્ષે જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન વિષયમાં સમગ્ર દેશમાંથી કુલ 8164 વિદ્યાર્થીએ નોંધણી કરાવેલ હતી જેમાંથી 6314 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી.

ભુજ કચ્છના ધૈર્ય ગજરાએ ધો.12 સુધીનો અભ્યાસ ભુજની સેન્ટ ઝેવિયર્સસ્કૂલમાં પૂર્ણ કર્યા બાદ મુંબઈની કે.જે.સોમૈયા કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સમાંથી ઈંગ્લીશ લિટરેચર વિષયમાં બેચલર ઓફ આર્ટસનો અભ્યાસ પૂર્ણ કરેલ હતો. જે બાદ કે.સી.કોલેજમાંથી માસ્ટર ઓફ આર્ટ્સ કમ્યુનીકેશન એન્ડ જર્નાલિઝમમાં અનુસ્નાતકની ડીગ્રી પ્રપાત કરી લીધી છે. જાણવા મળી રહ્યું છે કે, આ યુવાનના કોલેજ સમયથી જ પત્રકારત્વની શરૂઆત ધ હિન્દુ અખબારથી કરનાર ધૈર્યએ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ કામ કરેલ છે. કચ્છના જાણીતા સાહિત્યકાર અને એસટીના નિવૃત્ત અધિકારી લેખક ધનજીભાઈ ભાનુશાલીના તે પૌત્ર છે. કચ્છ માટે ગૌરવ અપાવનાર એવા ભુજના યુવવાનને પત્રકારત્વમાં NET ની પરીક્ષા પાસ કરી આસિસટેન્ટ પ્રોફેસર બનવા બદલ ખુ ખૂબ અભિનંદન.