શિપિંગ રાજ્યમંત્રીશ્રીના હસ્તે પોર્ટની ફાયર ફાઈટીંગ સીસ્ટમના રીમોટ ઓપરેશનનું ઉદ્દઘાટન

copy image

આપણાં દેશના શિપિંગ રાજ્યમંત્રીશ્રી શાંતનુ ઠાકુર દ્વારા પોર્ટની ફાયર ફાઈટીંગ સીસ્ટમના રીમોટ ઓપરેશનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, દેશના શિપિંગ રાજ્યમંત્રીશ્રી શાંતનુ ઠાકુર બે દિવાસીય દિનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા પોર્ટની મુલાકાત પર આવેલ છે. સવારે શિપિંગ રાજ્યમંત્રીશ્રી કંડલા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ કંડલા પોર્ટ પર તેમનું વિધિવત સ્વાગત કરાયું હતું. કંડલા પોર્ટની ફાયર ફાઈટીંગ સીસ્ટમના રીમોટ ઓપરેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ પોર્ટના નવનિર્મિત આરઓબી પ્રોજેક્ટની જાણકારી મેળવી હતી. ઉપરાંત તેઓ સ્વચ્છતા અભિયાનમાં પણ સહભાગી બન્યા હતા.