ભુજ તાલુકાનાં માધાપરમાં બાઇક પર દારુની હેરફેરી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image

ભુજ નજીક આવેલ માધાપરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજનાં માધાપર ગામના નવાવાસમાં એક શખ્સ ભારતીય બનાવટની વિદેશી પ્રકારના દારૂ બાઇક પર લઈ જઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને 8 બોટલ અને બિયરના 12 નંગ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી દારૂ કિં. રૂા. 3600 તથા બાઈક કિં રૂા. 15,000 મળી કુલ રૂા. 19,600નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધારી છે.