અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચી નજીક એક કારમાંથી 49 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર
copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચી નજીક એક કારમાથી પોલીસે 49 હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આદિપુરમાં રહેનાર એક શખ્સ મેઘપર વિસ્તારમાં વેચાણ અર્થે દારૂ લઈને આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી ધરી અને બાતમી વાળા સ્થળ પર રેઇડ પાડી અહીં ઊભેલ કારની તપાસ હાથ ધરી હતી. કારની તપાસ હાથ ધરવામાં આવતા તેમાથી દારુનો જથ્થો નીકળી પડ્યો હતો. આ કારમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ કિ. 49,280ની દારૂની બોટલો કબ્જે કરવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.