વિજપાસર નજીકથી 25 હજારના દારૂ સાથે છકડા ચાલકની અટક

copy image

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, વિજપાસરથી વોંધ વચ્ચેના માર્ગ પરથી એક છકડામાથી 25 હજારનો દારૂ ઝડપાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ વિજપાસરથી વોંધ વચ્ચેના માર્ગ પર વિજપાસર બાજુથી આવનાર છોટા હાથી છકડાને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ છકડાની તપાસ કરતાં તેમાથી કિંગફિશર બિયરના 252 ટીન કિંમત રૂા. 25,200નો દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી છકડાના ચાલકની અટક કરી હતી. આ મામલે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.