લખપત ખાતે આવેલ જુણાચાયના સીમમાથી 140 મીટર વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ
copy image

લખપત ખાતે આવેલ જુણાચાય ગામના સીમ વિસ્તારમાંથી 1 લાખની કિમતના 140 મીટર એલ્યુમિનિયમપેન્થર વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામ આવેલ છે. આ મામલે સૂતો દ્વારા મળેલ માહિતી અનુસાર લખપત ખાતે આવેલ જુણાચાય ગામના સીમ વિસ્તારમાં આવેલ કંપનીનું પવનચક્કીના થાંભલા નાખવાનું કામ ચાલી રહ્યું હતું ત્યાંથી આશરે કિ. 1,00,000ના 140 મીટર એલ્યુમિનિયમપેન્થર વાયરની તસ્કરી કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. નોંધાવેલ ફરિયાદ અનુસાર જુણાચાયની સીમમાં થાંભલામાં લાઈન નાખવાની કામગીરી ચાલુ હતી, ત્યાં રાખવામા આવેલ વાયરનો જથ્થા પર હાથ સાફ કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 17-1ના સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.