અંજાર ખાતે આવેલ સતાપરમાં બે ચોર ઈશમો પકડાઈ ગયાં બાદ અંધારાનો લાભ લઈ ભાગ્યા
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, અંજાર ખાતે આવેલ સતાપરમાં આંબેડકરનગર વિસ્તારમાંથી બે ચોર ઈશમોને પકડી લેવામાં આવેલ હતા, જે બાદમાં નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.આ બનાવ ગત તા. 18/01ના બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અંજાર ખાતે આવેલ સતાપરના આંબેડકરનગરમાં સુરેશ રાણા ડુંગરિયા દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવવામ આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી પોતાના ઘર નજીક જય ભીમ સ્ટોર નામની દુકાન ચલાવે છે. ગત તા. 18-1ના આ ફરિયાદી ઘરનાં આંગણામાં સૂતા હતા ત્યારે એકાદ વાગ્યે દુકાનના શટરનો અવાજ આવેલ હતો. જેથી ફરિયાદી અને તેના ભાઇ જાગીને દુકાન તરફ જતાં બે શખ્સ સળિયા વડે શટર તોડતા જોવા મળ્યા હતા. ફરિયાદી અને તેના ભાઈએ ચોર ઈશમોને પકડી લીધા હતા. પરંતુ તે સ્થળ પર અચાનક લાઇટ જતાં આરોપી શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.